TMC+BJP+INC+LEFT
------0

294SEATS (148SEATS TO WIN)

TMC+BJP+INC+OTH
--------

234SEATS (118SEATS TO WIN)

BJP+INC+AIADMKOTH
--------

140SEATS (71SEATS TO WIN)

BJP+INC+OTH
------

126SEATS (64SEATS TO WIN)

BJP+INC+CPM
------

30SEATS (16SEATS TO WIN)

west-bengalASSEMBLY ELECTIONS 2021

294/294 SEATS (148 SEATS TO WIN)

Alliance TMCBJPLEFT+OTH
Wins
+
Leads
127833351
+/- 2015

294/294 SEATS

(148 SEATS TO WIN)

tamil-naduASSEMBLY ELECTIONS 2021

234/234 SEATS (118 SEATS TO WIN)

Alliance AIADMK+DMK+AMMK+MNM+OTH
Wins
+
Leads
887542254
+/- 2015

234/234 SEATS

(118 SEATS TO WIN)

keralaASSEMBLY ELECTIONS 2021

140/140 SEATS (71 SEATS TO WIN)

Alliance LDFUDFBJP+OTH
Wins
+
Leads
4366247
+/- 2015

140/140 SEATS

(71 SEATS TO WIN)

assamASSEMBLY ELECTIONS 2021

126/126 SEATS (64 SEATS TO WIN)

Alliance BJP+INC+OTH
Wins
+
Leads
683622
+/- 2015

126/126 SEATS

(64 SEATS TO WIN)

puducherryASSEMBLY ELECTIONS 2021

30/30 SEATS (16 SEATS TO WIN)

Alliance INC+BJP+OTH
Wins
+
Leads
8193
+/- 2015

30/30 SEATS

(16 SEATS TO WIN)

21th April 2021: વૃષભ રાશીના જાતકોને આજે કોઈ નવો વિચાર હાથ લાગતા થશે ફાયદો, આજનું રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

મેષ રાશીફળ - ભાગમભાગવાળો દિવસ હોવા ચતા તબીયત સારી રહેશે. લોકોને પ્રબાવીત કરવા ખર્ચ વધારે ન કરો. આજે તમારી ભાવના કોઈ સમક્ષ જાહેર કરવા માટે ખાસ દિવસ છે. એટલે કે, પ્રેમનો પ્રસ્તાવ સફળ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા બોસ તમારી વાતને નહીં સમજે, પરંતુ ધીરજ રાખવી, કામથી તેમને ખુશ કરવાની કોશિશ કરવી. આજે તમારા જીવનસાથી તમને ખુશ કરવા માટેની કોશિશ કરશે.

વૃષભ રાશીફળ - મુશ્કેલ પરિસ્થિતિમાં હિમ્ત દેખાડવાની જરૂરત છે. સકારાત્મક વલણથી તમે તમામ પરેશાનીને હરાવી શકશો. આજે કોઈ નવી મુલાકાત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવું જાણવાની જિજ્ઞાસા સફળતા અપાવશે. કોઈ નવો વિચાર હાથ લાગી શકે છે, જે આર્થિક રીતે ફાયદો કરાવશે. જીવનસાથી સાથે આજે દિવસ વિતાવવા માટે આજે મધુર દિવસ છે.

મિથુન રાશીફળ - અસહજતા તમારી માનસીક શાંતીમાં બાધા પેદા કરી શકે છે, પરંતુ કોઈ મિત્ર તમને મદદગાર સાબિત થશે. ખર્ચાઓમાં વધારો થશે, પરંતુ આવક સારી રહેતા સંતુલન જળવાઈ રહેશે. જુની વાતોને ભૂલી આવાનારા સારા સમય તરફ ધ્યાન આપો. તમારી કોશિશ ફળદાયી રહેશે. નવા ગ્રાહકો સાથે વાત કરવા માટે સારો દિવસ છે. જીવનસાથી સાથે રોમેન્ટીક દિવસ પસાર થશે.

કર્ક રાશીફળ - બેકારની વાતો પર ચર્ચામાં પડી તમારી ઉર્જા ખરાબ ન કરવી. વાદ-વિવાદથી દુર જ રહેવું. સમાજમાં કોઈ આયોજનમાં જવાનું ખર્ચાળ રહેશે. આજે તબીયત પરેશાનીનું કારણ બની શકે છે. જીવનસાથી સાથે રોમાન્સ માટે સારો દિવસ છે. આજે કાર્યસ્થળ પર સુસ્તી અનુભવશો, તમારા કામની ગુણવત્તા પર પણ અસર પડી શકે છે. બહાર જવાની યોજના અત સમયે ટળી શકે છે.

સિંહ રાશીફળ - કોઈ સજ્જન પુરૂષની વાતો તમને સંતોષ આપશે. આજે તમે હરવા ફરવા પાચળ ખર્ચ કરવાના મૂડમાં રહેશો, પરંતુ આવું કર્યું તો પછતાવવું પડશે. પરિવાર પ્રત્યેની જવાબદારી તણાવ આપી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો. જીવનસાથી સાથે આજે તણાવ રહી શકે છે, મનને શાંત રાખો અને વિનમ્રતાથી કામ લેવું.

કન્યા રાશીફળ - લોકોની ટીકા કરવામાં સમય બરબાદ ન કરવો, તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. બોલતા સમયે અને નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. બહારના લોકોના હસ્તક્ષેપના કારણે જીવનસાથી સાથે તણાવ પેદા થઈ શકે છે. તમારા રચનાત્મક કામના ખુબ વખાણ થઈ શકે છે. અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. વધારે ખર્ચના કારણે પરિવારમાં ખટ-પટ થઈ શકે છે.

તુલા રાશીફળ - લાભ લેવા માટે ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો. દિવસના બીજા પહોરમં આર્થિક રીતે ફાયદો થશે. અટકેલા ઘરેલુ કામ પરિવાર સાથે પુરા કરી શકશો. સહકર્મીઓ પાસે આશા પ્રમાણે સહયોગ નહીં મળે. બીજા લોકોને રાજી કરવાની પ્રતિભા તમને ફાયદો કરાવી શકે છે. જીવનસાથીની તમારા પર વધારે અપેક્ષા તણાવનું કારણ બની શકે છે.

વૃશ્ચિક રાશીફળ - ભવિષ્યને લઈ બેકારમાં ચિંતા કરવાનું તમને બેચેન કરી શકે છે. અસલી ખુશી વર્તમાનમાં સારી રીતે જીવવાથી મળે છે. અચાનક તમારા ખર્ચ વધતા આર્થિક બોઝ પડી શકે છે. પારીવારીક સભ્ય તણાવનું કારણ બની શકે છે. એવા કામ હાથ પર લો જે રચનાત્મક હોય. આજે તમારી મરજી મુજબ બધુ નહીં થાય. જીવનસાથીનો મિજાજ પમ ખરાબ રહેશે. કાર્યસ્થળ પર કામમાં ધ્યાન આપવું, નહીં તો ભૂલ થઈ શકે છે.

ધન રાશીફળ - માનસિક શાંતી માટે તણાવના કારણોનું સમાધાન કરો. આજે તમે વધારે પૈસા ખર્ચ કર્યા તો, આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરિવાર સાથે સંબંધ સારા બનાવવાનો સારો સમય છે. વ્યાપારીઓ માટે સારો દિવસ છે, કેમ કે, તેમને અચાનક કોઈ મોટો ફાયદો થઈ શકે છે. આજે તમારી કોઈ સલાહ લેવા આવે તો સંકોચ વગર સલાહ આપવી તમારા વખાણ થઈ શકે છે. નાની કોઈ વાત પર જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

મકર રાશીફળ - આજે વધારે દિવાનગી માથે ચઢેલી રહેશે, પરંતુ પોતાની પર કાબુ રાખો. ખર્ચામાં થયેલો વધારે મનની શાંતી ભંગ કરી શકે છે. આજે જુઠુ બોલવાથી બચવું, સંબંધ બગડી શકે છે. ઓફિસમાં દુશ્મનો પણ આજે દોસ્ત બની જશે, તમારા એક માત્ર નાના કામના કારણે. એવા લોકો પર ધ્યાન આપો જે તમને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે, તેમનાથી દુર રહો. જીવનસાથી સાથે બહાર જમવા જવાનું થઈ શકે છે.

કુંભ રાશીફળ - ગર્દન અને કમરમાં દર્દ પરેશાન કરી શકે છે. આજે થઈ શકે તો ભરપૂર આરામ કરો. તમે જો લાંબા સમયગાળા માટે રોકાણ કરશો તો ફાયદો મળી શકે છે. વિવાદો અને મતભેદથી દુર રહેવું, કોઈની કમી શોધવાની આદતને નજર અંદાજ કરો. આજે ઓફિસમાં એવું કોઈ કામ મળી શકે છે, જે કરવા માટે લાંબા સમયથી તમે બચતા હતા. પરંતુ, ધ્યાન આપી કરશો તો ગડબડ વગર પુરૂ કરી શકો છો. વૈવાહિક જીવન સારૂ રહેશે.

મીન રાશીફળ - બેકાર વિચારો કરી ઉર્જા ખરાબ ન કરો, પરંતુ તેને સારી દીશામાં લગાવો. નવા આર્થિક કરાર અંતીમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. પરિવાર સાથે વિતાવેલો સમય ખુશનુમા રહેશે. કોઈની સાથે મિત્રતા કરો તો તેના વિશે બધુ જાણી લો, દગો મળવાની સંભાવના છે. આજે બોસની નજર તમારી તરફ રહેશે, જેથી કામ સારી રીતે અને ધ્યાનપૂર્વક કરવું. જીવનસાથીના કારણે માનસિક અશાંતીનો સામનો કરવો પડી શકે છે.

Published by:kiran mehta
First published:April 21, 2021, 00:43 am