
- News18 Gujarati
- Last Updated: April 21, 2021, 21:04 pm
- ટ્રેન્ડિંગ ડેસ્ક
Earth Day 2021: પૃથ્વી પર રહેલા તમામ જીવજંતુઓ અને વૃક્ષોને બચાવવા માટે વિશ્વભરમાં 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. પૃથ્વી દિવસનો મૂળ હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. વર્ષ 1970માં શરૂ કરવામાં આવેલી આ પરંપરા અંતર્ગત 192 દેશ જોડાઈ ગયા છે. વિશ્વમાં દર વર્ષે પૃથ્વી દિવસે પર્યાવરણની સુરક્ષાને લઈ સંકલ્પ લેવાય છે. હાલ જે રીતે કોરોના મહામારીના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે, તે જોતા પૃથ્વીને સુરક્ષિત રાખવી ખૂબ જરૂરી હોવાનું ફલિત થાય છે. પૃથ્વીને સુરક્ષિત - સુંદર રાખવા અને બીમારીઓથી રક્ષણ મેળવવા માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે. વૃક્ષો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે પૃથ્વી દિવસે વૃક્ષોના વાવેતરનું મહત્વ સમજીએ.
વૃક્ષનું વાવેતર કરવાનો સૌથી પ્રથમ અને મહત્વનો ફાયદો પ્રાણવાયુનો છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન પૂરું પાડે છે. પર્યાવરણમાં તમામ જીવોને ઓક્સિજનની જરૂર પડે છે. જેથી વૃક્ષોનું વાવેતર કરવું જ જોઈએ.
હાનિકારક ગેસ શોષી લે છે
વૃક્ષો માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ નહીં, પરંતુ વાતાવરણમાં રહેલા તમામ હાનિકારક ગેસને શોષી લે છે. પરિણામે વાતાવરણમાં તાજગી રહે છે. વાહનો અને ઔદ્યોગિક એકમોના કારણે જે પ્રદુષણ ફેલાય છે, તે રોકવા પણ વૃક્ષો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં વધુને વધુ વૃક્ષો વાવીને પ્રદૂષિત હવાથી છુટકારો મેળવી શકાય છે.
આ પણ વાંચો - વૈશ્વિક મહામારી વચ્ચે ફેબ્રુઆરીમાં 12.37 લાખ લોકોને મળી રોજગારી : EPFO
જળવાયુને શાંત રાખે છે
વૃક્ષોના કારણે જળવાયું શાંત રહે છે. વૃક્ષો ગરમીની અસર ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
આશરો આપે છે
વૃક્ષો પર પક્ષીઓ માળા બનાવે છે. વૃક્ષો પર પક્ષીઓને આશ્રય મળે છે. આ ઉપરાંત કરોળિયા, વાંદરા, કાંગારૂ સહિતના અનેક જાનવરો માટે પણ વૃક્ષો ઘર સમાન છે.
ભોજન આપે છે
વૃક્ષો ઉપર આવતા ફળો પક્ષીઓ, જાનવરો અને મનુષ્ય માટે ભોજન છે. ગાય-બકરીઓ સહિતના શાકાહારી જાનવરો વૃક્ષોના પાંદડા થાય છે. જેથી વૃક્ષોનું વાવેતર કરવું જ જોઈએ.
હવા અને જળ પ્રદુષણ નિયંત્રણમાં રાખે છે
વૃક્ષોના કારણે પ્રદુષણ ઘટે છે. વૃક્ષો હાનિકારક ગેસ શોષી લેવાની સાથે જળ પ્રદૂષણ પણ અટકાવે છે. એકંદરે હવા અને જળ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા વૃક્ષોની અગત્યની ભૂમિકા છે.
(Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)