Good News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન

ભારતની વિમાનન કંપની એર ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે 11થી 19 જુલાઈ વચ્ચે ઉડાનોનું સંચાલન કરવામાં આવશે. આ મિશન અંતર્ગત એર ઈન્ડિયા અમેરિકાથી ભારત માટે 36 ફ્લાઈટ્સનું સંચાલન કરશે.

Good News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે 7 મેથી શરુ થયેલા વંદે ભારત અભિયાન (Vande Bharat Mission) અંતર્ગત 5.03 લાખથી વધારે ભારતીયો વતન ફર્યા છે. હવે આ અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા અમેરિકામાં (America) ફસાયેલા ભારતીયો માટે ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કર્યું છે.


ભારતની વિમાનન કંપની એર ઈન્ડિયા (Air India) તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે 11થી 19 જુલાઈ વચ્ચે ઉડાનોનું સંચાલન કરવામાં આવશે. આ મિશન અંતર્ગત એર ઈન્ડિયા અમેરિકાથી ભારત માટે 36 ફ્લાઈટ્સનું સંચાલન કરશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે આ ફ્લાઈટ્સનું સંચાલન ન્યૂયોર્ક, સૈન ફ્રાન્સિસ્કો, શિકાગો એરપોર્ટથી થશે.




 


આ પણ વાંચોઃ-ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક! સતત બીજા દિવસે 700થી વધુ કેસ નોધાતા આંકડો 36000ને પાર


જાણકારી માટે જણાવી દઈએ કે વંદે ભારત અભિયાન અંતર્ગત 137 દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પ્રમાણે શરૂમાં માત્ર બે લાખ ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું લક્ષ્ય હતું પરંતુ આટલી મોટી સંખ્યાને જોતા આ મોટી ઉપલબ્ધિ છે. અભિયાનના પહેલું ચરણ સાત મેથી 15 મે સુધી ચાલ્યું હતું. મિશન અંતર્ગત વાપસીનું બીજું ચરણ 17થી 22 મે સુધી ચાલશે. જોકે, સરકારે આ ચરણને 10 જૂન સુધી વધાર્યું હતું.


આ પણ વાંચોઃ-મહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP


આ પણ વાંચોઃ-અમદાવાદ સિવિલને મારી જરૂર છે' : કોરોના વોરિયર્સની હૂંકાર, સિવિલના 56 વર્ષીય હેડ નર્સે કોરોનાને આપી મ્હાત


કેરળથી પરત ફર્યા સૌથી વધારે લોકો

ત્રીજું ચરણ 11 જૂનથી બે જુલાઈ સુધી ચાલ્યું હતું. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે મિશન શરૂ થયા બાદ 137 દેશોથી કુલ 503990 ભારતીય વતન પરત ફર્યા છે. સૌથી વધારે કેરલમાં 94085 લોકો આવ્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં લોકો પરત ફર્યા છે.


ઉલ્લેખનીય છે કે 25 મેથી ઘરેલૂ વિમાન સેવા શરૂ થઈ ચૂકી છે. આંતરરાષ્ટ્રીય વિમાન સેવા હજી બંધ છે. જ્યાં સુધી આગળનો આદેશ ન આવે ત્યાં સુધી હજી આગળ પણ આ બંધ રહેશે.

First published:July 05, 2020, 22:08 pm