
- News18 Gujarati
- Last Updated: July 23, 2020, 11:56 am
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરુવારે મણિપુર (Manipur)ના લોકોને એક મોટી ભેટ આપી. તેઓએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મણિપુરમાં જળ આપૂર્તિ પરિયોજનાની આધારશિલા રાખી. હર ઘર જલ મિશન હેઠળ આ કાર્યક્રમને લૉન્ચ કરવામાં આવી. આ પ્રોજેક્ટ હેઠળ 2024 સુધી ગ્રામ્ય પરિવારને સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ લગભગ 3 હજાર કરોડ રૂપિયાનો છે. આ સમારોહમાં સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સહયોગીઓએ ભાગ લીધો. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, દરરોજ એક લાખ માતા-બહેનોના જીવનથી પાણીની મોટી ચિંતાને આપણે દૂર કરી રહ્યા છીએ.
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ આજ ઉપરાંત આગામી 20-22 વર્ષ સુધીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી લાખો લોકોના ઘરમાં પીવાનું સ્વચ્છ પાણી તો ઉપલબ્ધ થશે જ, હજારો લોકોને રોજગાર પણ મળશે.
આ પણ વાંચો, બેન્ક કર્મચારીઓ માટે ખુશખબર! 15% વધશે પગાર, નવેમ્બર 2017થી મળશે એરિયર
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આજે ઇમ્ફાલ સહિત મણિપુરના લાખો સાથીઓ માટે વિશેષ રીતે આપણી બહેનો માટે બહુ મોટો દિવસ છે. લગભગ 3 હજાર કરોડ રૂપિયાના ખર્ચે પૂરો થનારો મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટથી અહીંના લોકોને પાણીની મુશ્કેલી ઓછી થવાની છે.
આ પણ વાંચો, આપના WhatsApp પર ટૂંક સમયમાં મળશે પેન્શન અને ઇન્સ્યોરન્સની સર્વિસ, જાણો કેવી રીતે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગયા વર્ષે જ્યારે દેશમાં જળ જીવન મિશનની શરૂઆત થઈ રહી હતી, ત્યારે મેં કહ્યું હતું કે આપણે પહેલાની સરકારોની તુલનામાં એનકગણી ઝડપથી કામ કરવાનું છે. જ્યારે 15 કરોડથી વધુ ઘરોમાં પાઈપથી પાણી પહોંચે છે તો એક પળ માટે પણ રોકાવા વિશે વિચારી ન શકાય.