
- News18 Gujarati
- Last Updated: November 16, 2020, 11:35 am
છેલ્લા અનેક વર્ષોના આપણા અનુભવ યાદ અપાવે છે કે સ્વચ્છતાની અગત્યતા કેટલી વધુ છે. વ્યક્તિગત સ્તર ઉપરાંત સામુદાયિક પ્રાથમિકતા તરીકે પણ સ્વચ્છતાની ખૂબ અગત્યતા છે. તેણે આપણા ઇકોસિસ્ટમની નબળાઈ તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે. સાથોસાથ તેણે એ પણ પુનરાવર્તન કર્યું છે કે કેવી રીતે દીર્ઘકાલિન ભવિષ્ય માટે આપણે દીર્ઘકાલિન જળસ્ત્રોતો અને અબાધિત જળ આપૂર્તિની આવશ્યક્તા છે. આ જ આપણા દેશઅને સમુદાયના ઉત્તમ સ્વાસ્થ્યનો આધાર છે.
જોકે, આ નવી ચેતનાના કારણે પ્રશાસનિક સ્તર અને વ્યક્તિગત સ્તર પર જળ સંરક્ષણ અને સ્વચ્છતા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય માટે દરેક વ્યક્તિને પોતાની અંદર વ્યવહારિક પરિવર્તન ઊભું કરવું પડશે. તેના માટે એક એક્શન પ્લાનની જરૂર છે જેને દરેક વ્યક્તિની જવાબદારીના આધાર પર બનાવી શકાય છે. સાથોસાથ એક લક્ષ્ય પણ હોય જેમાં દરેક નાગરિક શપથ લે કે તે માત્ર શબ્દોમાં નહીં પરંતુ કર્મથી તેને પૂરું કરશે.
અને આ જ ઉદ્દેશ્ય News18 અને Harpik India દ્વારા ચલાવવામાં આવી રહેલા મિશન પાનીના કેન્દ્રમાં છે. આ મૂવમેન્ટ સ્વચ્છતા અને જળ સંરક્ષણના સામૂહિક પ્રયાસોનું નેશનલ પ્લેટફોર્મ બની ચૂક્યું છે. વિચારોના કેન્દ્રના રૂપમાં આ મૂવમેન્ટને દેશભરમાં સારી આદતોના પ્રચાર-પ્રસારમાં મદદ પહોંચાડે છે. જળ સંરક્ષણમાં લાગેલા લોકો અને આ ઉદ્દેશ્યમાં હિસ્સો બનવાની ઈચ્છા રાખનારા લોકોની વચ્ચે આ મિશન પાની એક યૂનીફાઇંગ ફોર્સની જેમ કામ કરી રહ્યું છે.
જોકે, કેન્દ્ર અને રાજ્ય પ્રશાસન માટે સ્વચ્છતા અને જળ સંરક્ષણ લાંબા સમયથી ચિંતાનો વિષય રહ્યો છે, એવામાં મિશન પાની પણ કંઇક એવા જ ઉદ્દેશ્યની સાથે કામ કરી રહ્યું છે. મિશન પાની સરકારી પ્રયાસોને વધુ મજબૂત કરી રહ્યું છે. સાથોસાથ એક સહજીવી સંબંધના રૂપમાં લક્ષ્યને મેળવવા માટે સંદેશને વધુ સ્પીડ આપી રહ્યું છે જેનાથી દરેક સામાન્ય ભારતીય નાગરિક સુધી પર્યાપ્ત માત્રામાં સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય.
અને આ વાતનું પુનરાવર્તન માટે કે કેવી રીતે મિશન પાની દરેક ભારતીય નાગરિકને સ્વચ્છ પાણી પહોંચાડવાના લક્ષ્ય હેઠળ કામ કરી રહ્યું છે હવે ‘કોમન મેન’ના હીરો અક્ષય કુમાર પણ સાથે આવી ગયા છે. તેઓએ આ મિશનમાં એક સ્વયંસેવીના રૂપમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી. મિશન પાનીને તેમનું સમર્થન આ વિચારની શક્તિને દર્શાવે છે. સાથોસાથ આપણા ભવિષ્યને નિર્ધારિત કરનારી આ લડાઈ માટે તેમનો અવાજ એક સટીક નારો છે. આપ અક્ષય કુમારનો સંદેશ આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.