TMC+BJP+INC+LEFT
------0

294SEATS (148SEATS TO WIN)

TMC+BJP+INC+OTH
--------

234SEATS (118SEATS TO WIN)

BJP+INC+AIADMKOTH
--------

140SEATS (71SEATS TO WIN)

BJP+INC+OTH
------

126SEATS (64SEATS TO WIN)

BJP+INC+CPM
------

30SEATS (16SEATS TO WIN)

west-bengalASSEMBLY ELECTIONS 2021

294/294 SEATS (148 SEATS TO WIN)

Alliance TMCBJPLEFT+OTH
Wins
+
Leads
127833351
+/- 2015

294/294 SEATS

(148 SEATS TO WIN)

tamil-naduASSEMBLY ELECTIONS 2021

234/234 SEATS (118 SEATS TO WIN)

Alliance AIADMK+DMK+AMMK+MNM+OTH
Wins
+
Leads
887542254
+/- 2015

234/234 SEATS

(118 SEATS TO WIN)

keralaASSEMBLY ELECTIONS 2021

140/140 SEATS (71 SEATS TO WIN)

Alliance LDFUDFBJP+OTH
Wins
+
Leads
4366247
+/- 2015

140/140 SEATS

(71 SEATS TO WIN)

assamASSEMBLY ELECTIONS 2021

126/126 SEATS (64 SEATS TO WIN)

Alliance BJP+INC+OTH
Wins
+
Leads
683622
+/- 2015

126/126 SEATS

(64 SEATS TO WIN)

puducherryASSEMBLY ELECTIONS 2021

30/30 SEATS (16 SEATS TO WIN)

Alliance INC+BJP+OTH
Wins
+
Leads
8193
+/- 2015

30/30 SEATS

(16 SEATS TO WIN)

IPL 2021 DC vs MI: દિલ્લીનો મુંબઇ સામે 6 વિકેટે વિજય, અમિત મિશ્રાની 4 વિકેટ

નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14 મી સીઝનની 13મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો પરાજય થયો. દિલ્હી કેપિટિલે (DC) મુંબઈને 6 વિકેટથી હરાવી હતી. મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગત વર્ષની મુંબઈ ઈન્ડિયન્સની વિજેતા ટીમ છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ રનર-અપ ટીમ છે. મુંબઈએ 137 રન બનાવ્યા હતા. દિલ્હીએ લક્ષ્યને 5 બોલ પહેલા જ હાંસલ કર્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સે IPL 2021ની 13મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ ખાતે 20 ઓવરમાં 9 વિકેટે 137 રન કર્યા છે. તેમના માટે કેપ્ટન રોહિત શર્માએ સર્વાધિક 44 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાન કિશને 26, સૂર્યકુમાર યાદવે 24 અને જયંત યાદવે 23 રનનું યોગદાન આપ્યું. અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટમાં પહોંચી શક્યો નહોતો. દિલ્હી માટે અમિત મિશ્રાએ 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી.

લક્ષ્યનો પીછો કરવા માટે દિલ્હીની શરૂઆત સારી શરૂઆત ન હતી. સીઝનની પહેલી મેચ રમતા ઓફ સ્પિનર ​​જયંત યાદવે તેની પ્રથમ જ ઓવરમાં પૃથ્વી શોને આઉટ કર્યો હતો. શોએ 7 રન બનાવ્યા હતા. આ પછી શિખર ધવન અને સ્ટીવ સ્મિથે ટીમની બાજી સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 53 રનનો ઉમેરો કર્યો. સ્મિથે 33 રન બનાવ્યા હતા. આ પછી ધવન 45 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હીને છેલ્લી 5 ઓવરમાં 37 રન બનાવવાના હતા. 17મી ઓવરમાં બુમરાહે પંતને આઉટ કરીને મેચને રોમાંચક બનાવ્યો. પંતે 7 રન બનાવ્યા હતા.

દિલ્હીને છેલ્લી 3 ઓવરમાં 22 રનની જરૂર હતી. 19 મી ઓવરમાં બુમરાહે બે નોબોલ ફેંકી દીધા હતા અને 10 રન આપ્યા હતા. દિલ્હીને છેલ્લી ઓવરમાં 5 રન બનાવાના હતા. હેટમાયરે પોલાર્ડના પ્રથમ બોલ પર ચોગ્ગાથી મેચને સ્કોર લેવલ કરી દીધી હતો. પરંતુ તે બીજા દડા પર કેચ આઉટ થયો હતો. પરંતુ આ બોલ નો બોલ હતો. આ રીતે દિલ્હીએ મેચ 6 વિકેટે જીતી લીધી. દિલ્હીએ 19.1 ઓવરમાં 4 વિકેટના નુકશાને લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો.

Published by:kuldipsinh barot
First published:April 20, 2021, 23:54 pm