સલમાન ખાન (Salman Khan) સ્ટાર 'રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ભાઇ'નું (Radhe: The Most Wanted Bhai) ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. સલમાન ખાનની આ ફિલ્મ ઇદનાં (EID 2021) દિવસે રિલીઝ થઇ રહી છે ત્યારે જોઇ લો તેનું ટ્રેલર
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સલમાન ખાનની ફિલ્મ 'રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ભાઇ'નું (Radhe: The Most Wanted Bhai)ટ્રેલર રિલીઝ (Trailer Out) થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર એક્શન અને થ્રિલરથી ભરપૂર છે. આ ફિલ્મ ઇદનાં દિવસે રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં સલમાન ખાનનો (Salman Khan) જૂનો પરિચિત અંદાજ જોવા મળી રહ્યો છે. તમને ટ્રેલર જોતા સલમાન ખાનનો 'વોન્ટેડ' લૂક અને તે અંદાજ નજર આવે છે. ફિલ્મ 13 મેનાં રોજ રિલીઝ થશે. પણ હાલમાં જે તેનું ટ્રેલર (Radhe Trailer)રિલીઝ થયુ છે તેમાં જોઇ લો તેનો અંદાજ
પ્રભુ દેવાનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રણદિપ હુડ્ડા વિલનનાં રોલમાં નજર આવશે. તો ફિલ્મમાં જેકી શ્રોફ પણ મહત્વનાં રોલમાં છે. ત્યારે સલમાન ખાન દિશા પટની સાથે રોમેન્સ કરતો નજર આવે છે.
ફિલ્મનું ટ્રેલર જોઇ તમને ફરી એક વખત ફિલ્મ થિએટરમાં જોવાની ઇચ્છા પેદા કરે તેવું છે. ફિલ્મની થિએટર રિલીઝની વાત કરીએ તો, સલમાન ખાન ફિલ્મનાં પ્રવક્તા કહે છે, 'આ જરૂરી છે કે, આપણે તમામ એક સાથે આવીએ અને મહામારીની સ્થિતિ દરમિયાન ઉદ્યોગનાં રૂપમાં સિનેમા માટે સમાધાન અંગે વિચારીએ. આપમે સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને પ્રોટોકોલ અનુસાર, જેટલાં સિનેમાઘરમાં ફિલ્મ રિલીઝ કરી શકીએ છીએ. તે થિએટર માલિકોનું સમર્થન કરીશું. પણ દિશા નિર્દેશો અને સુરક્ષા ઉપાય જોતા અમે આ સુનિશ્ચિત કરવાનો ઉપાયને પણ તૈયાર કરવા પડશે જેથી અમારી ફિલ્મ વધુમાં વધુ દર્શકો સુધી પહોંચે. આપણે આ કઠિન સમય દરમિયાન દર્શકોને તેમનાં ઘરે જ સુરક્ષાથી મનોરંજન આપવાનાં વિકલ્પથી વંચિત નથી કરવાં માંગતા'
ઝી 5 ઇન્ડિયાનાં મુખ્ય વ્યવસાય અધિકારી મનીષ કાલરાએ કહ્યું કે, 'અમે લાખો મનોરંજન પસંદ કરનારા ભારતનાં મલ્ટી લેગ્વેજ ઓનલાઇન OTT પ્લેટફર્મ ઝી 5 પર રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ લાવવા માટે રોમાંચિત છીએ ઝી 5નાં માધ્યમથી આ દેશમાં હાજર દરેક સ્ક્રીન પર પહોંચવામાં યોગ્ય રહેશે. અમે સલમાન ખાનની સાથે ટીમ કરવાં અને રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇે આ વર્ષે સમામ બ્લોક બસ્ટર બનાવવા માટે ખુબજ ઉત્સાહિત છીએ.