ગાંધીનગરઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોનાનો (coronavirus in Gujarat) આતંક વધી રહ્યો છે. ત્યારે રોજ કોરોના નવો રેકોર્ડ તોડી (coronavirus record) રહી છે. ત્યારે આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં (Gujarat corona update)14,296 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 157 દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે આજે 6727 દર્દીઓ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 93,63,159 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 19,32,370 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 1,12,95,536 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 57,321 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 58,008 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યારે સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. આ પણ વાંચોઃ-અમદાવાદઃ આ આર્યુવેદિક દવાથી સિવિલમાં 8000 કોરોના દર્દીઓએ મેળવી રાહત, ફટાફટ તમે પણ જાણી લો આ પણ વાંચોઃ-જામનગરઃ અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, ભાભીને છરીના ઘા મારી દીયરે પણ પોતાના શરીર ઉપર ઘા મારતા મોત આ પણ વાંચોઃ-રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું રાજ્યમાં કોવિડ 19ના 14,296 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 6727 દર્દીઓ સાજા થયેલા છે. આ સાથે રાજ્યમાં રિકવરી રેટ 75.54 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 3,74,699 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાની આજની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશમાં આજે 5790 કેસ, સુરત કોર્પોરેશનમાં 1690, રાજકોટ કોર્પોરેશનમાં 608, મહેસાણામાં 598 કેસ, વડોદરા કોર્પોરેશન 573, સુરત 413, જામનગર કોર્પોરેશન 286 કેસ, જામનગર 388, બનાસકાંઠામાં 282, ભાવનગર કોર્પોરેશન 212, સુરેન્દ્રનગરમાં 196, વડોદરા 187 કેસ નોંધાયા હતા.