રાજકોટ : 'દેકારો કરીશ તો તારા ભાઇને મારી નાંખીશ' સગીરે 8 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યુ

રાજકોટ : 'દેકારો કરીશ તો તારા ભાઇને મારી નાંખીશ' સગીરે 8 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યુ
પ્રતિકાત્મક તસવીર

બાલકીને વોકળામાં લઈ જઈને ઝાડીમાં નરાધમે પોત પ્રકાશ્યુ ધમકી આપી 17 વર્ષના સગીરે પહેલાં અડપલા કર્યા બાદમાં દૂષ્કર્મ આચર્યું

  • Share this:
રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં દુષ્કર્મના બે બનાવો સામે આવ્યા છે. બે દિવસ પહેલા શહેરના લોહાનગરમાં સાડા ત્રણ વર્ષની બાળાને બિસ્કીટ ખવડાવવાના બહાને એક વ્યક્તિએ અપહરણ કરી પુલ નીચે લઇ જઇ બિભત્સ અડપલા કર્યાની ઘટના સામે આવી હતી ત્યારે ફરીથી કુવાડવા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતાં અને બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં ૧7 વર્ષના સગીરની હવસખોરીનો કિસ્સો સામે આવ્યો છે.

પોતાના ઘર નજીક એકલી રમી રહેલી બાળાને જોઈ સગીરે બાળકીને પકડી બકાલી વોંકળામાં ઝાડી નીચે લઇ ગયો હતો અને દેકારો કરીશ તો તારા ભાઇને મારી નાંખીશ તેવી ધમકી દઇ અડપલા કરી દૂષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે, કુવાડવા પોલીસે ગુનો નોંધી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને સકંજામાં લેવા તજવીજ કરી છે.



આ પણ વાંચો : સુરત : યુવકે વરાછાની યુવતી સાથે શરીર સંબંધ બાધ્યો, બાદમાં અંગત તસવીરો video વાયરલ કરવાની 

બનાવની જાણ થતાં કુવાડવા પોલીસે બાળાના પિતાની ફરિયાદ પરથી સગીર આરોપી સામે પોસ્કો સહિતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનારી બાળકીના પિતા છુટક મજૂરી કરે છે. ગઇકાલે તે કામ પર હતાં ત્યારે બપોરના સમયે તેની ૮ વર્ષની દિકરી ઘરે રડતી રડતી આવતાં મોટી બહેને રડવાનું કારણ પૂછ્યું હતું અને સમગ્ર મામલો બાળકીએ જણાવ્યો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : પાડોશી યુવક ધાબા પર સૂતેલી કિશોરીની બાજુમાં આવી ઉંઘી ગયો, વિકૃતીની તમામ હદ પાર કરી

બાળકીના કહેવા મુજબ શાકભાજીનો ધંધો કરતો શખ્સ તેને પકડી વોંકળામાં ખેંચી ગયો હતો અને જો રાડો પાડીશ તો તારા ભાઇને મારી નાંખીશ તેવી ધમકી આપી બળજબરી કર્યાની વાત બહેનને જણાવી હતી. બાળકીની મોટી બહેને સમગ્ર મામલો પિતાને જાણ કરતાં તે ઘરે આવ્યા હતાં અને ભોગ બનનાર દિકરીને લઇ કુવાડવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. પોલીસે બાળાનું તબિબી પરિક્ષણ કરાવવા સહિતની કાર્યવાહી કરી તાકીદે ગુનો દાખલ કરી સગીર આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે. દૂષ્કર્મ આચરનાર સગીર તેના પરિવારજનો સાથે જ રહે છે.
Published by:News18 Gujarati
First published:June 02, 2020, 14:56 pm

ટૉપ ન્યૂઝ