રાજકોટ : રવિવારના રોજ રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો હતો. રાજકોટ શહેરમાં બપોરના અઢી વાગ્યા બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે કે સમી સાંજે 6 વાગ્યા આસપાસ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો તો સાથોસાથ વરસાદી ઝાપટું પણ પડયું હતું. જેના કારણે ચૌધરી હાઇસ્કુલમાં એમ્બ્યુલન્સ અને કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના પરિવારજનો માટે બાંધવામાં આવેલ મંડપ ધરાશાયી થયો હતો. મંડપ ધરાશાયી થતા લાઇનમાં ઊભી રહેલ એમ્બ્યુલન્સ દબાઈ ગઈ હતી. થોડીક વાર માટે ચૌધરી હાઇસ્કુલ ખાતે ભયનો માહોલ પણ સર્જાયો હતો. લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. મીડિયા સાથેની વાતચીતમાં જ્યોતિબેન નાગર તેમજ ભરતભાઇ નામના પ્રત્યક્ષદર્શી વાતચીત કરતાં જણાવ્યું હતું કે, બપોરથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે સમી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે મંડપમાં પવન ભરાતા મંડપ ધરાશાયી થયો હતો. મંડપ અચાનક ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. જોકે મોટી મોટી એમ્બ્યુલન્સના કારણે નાની નાની એમ્બ્યુલન્સ સહેલાઇથી મંડપ પડ્યા બાદ પણ નીકળી શકી હતી. તો સાથે જ વીજળીના તાર પણ ત્યાં પડેલા હતા જેના કારણે તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો - Corona રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમણ લાગી જાય તો બીજો ડોઝ ક્યારે લેવાનો? આ રહ્યો જવાબ ચૌધરી હાઇસ્કુલ ખાતે રાજકોટ શહેર પોલીસના દોઢસો જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. તો સાથોસાથ જીઆરડી તેમજ હોમગાર્ડના જવાનો પણ ફરજ બજાવે છે. ત્યારે મંડપ પડવાની ઘટના બનતા પોલીસ અધિકારીઓને જવાનો દ્વારા એમ્બ્યુલન્સને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિ બીજા પામી હોય તે પ્રકારના સમાચાર સામે નથી આવ્યા. રાજકોટ : ભારે પવન ફૂંકાતા ચૌધરી હાઇસ્કુલ ખાતે વેઇટિંગમાં ઉભેલ એમ્બ્યુલન્સ મંડપ નીચે દબાઈ, મંડપ થયો ધરાશાયી #Corona2ndWave #COVID19India pic.twitter.com/YzyJTupSFZ — News18Gujarati (@News18Guj) April 25, 2021 આ પણ વાંચો - રાજ્યના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય, પૂરતા દસ્તાવેજ ન હોય તેવા વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલવો જોકે છે પ્રકારે ચૌધરી હાઇસ્કુલ ખાતે મંડપ પડવાની ઘટના સામે આવી હતી તે ઘટનાથી થોડીકવાર પૂરતા ઘટનાસ્થળ પર હાજર રહેલા વ્યક્તિઓના જીવ અઘ્ધર તાલે ચોટી ગયા હતા.