અમદાવાદ : જમાલપુર ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ નશાની હાલતમાં એસ.વી.પી હૉસ્પિટલમાં તેમની પોળના કોઈ દર્દીને મળવા માટે ગયા હતા અને મહિલા ડોકટરે તેમને મળવા ન દેતા તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરતા મહિલા ડૉકટરે તેમને લાફો માર્યો હતો. બાદમાં હોબાળો થતાં ભૂષણ ભટ્ટે માફી માંગતા મામલો શાંત પાડ્યો હતો. જે બાદ ભૂષણ ભટ્ટે ગાડીમાં બેસતા બેસતા આ ડોકટર ને જોઈ લેવાની ધમકી આપી હતી. આ પ્રકારનો એક મેસેજ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વાતને ભૂષણ ભટ્ટે રદિયો આપ્યો છે. આ મામલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
ભૂષણ ભટ્ટનું માનવું છે કે, આ મેસેજ જમાલપુરમાંથી જ વાયરલ થયો હોય શકે છે. પરંતુ જે પણ હકીકત હશે તે પોલીસ તપાસમાં બહાર આવશે. જોકે તેમને એમ પણ કહ્યું છે કે, હાલ માં નકારાત્મક રાજનીતિ શરૂ થઈ છે. જે ક્યા જઈને અટકશે તે ખબર નથી. બે દિવસ પહેલા પણ તેમના મિસિંગના કેટલાક પોસ્ટર વાયરલ થયા હતા.
આ પણ વાંચો - UPનું એક એવું પોલીસ સ્ટેશન જ્યાં પોસ્ટિંગ મળતાં જ પોલીસકર્મી બની જાય છે 'ધનકુબેર'
આ ઘટના બાદ ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું કે, હું SVP હોસ્પિટલમાં ગયો જ નથી. મને ખબર છે કોરોના દર્દીને મળવા દેવાતા નથી, તો હું ત્યાં કંઈ રીતે પહોંચ્યો હોય. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તમે જાતે SVP હોસ્પિટલમાં તપાસ કરો અને ક્યાં ડોકટર સાથે આવું વર્તન થયું છે અને ખાસ આ વાયરલ થયેલા ફોટોની તપાસ કરાવો અને જો હું દોષી હોઉં તો મારી સામે યોગ્ય કાર્યવાહી કરવી વિનંતિ છે. તેમણે એમ પણ કહ્યું છે કે, જો હું એસવીપીમાં ગયો હોય તો ત્યાંના સીસીટીવી પણ હશે. જો આવું કંઈ પણ બહાર આવે તો મારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
આ પણ જુઓ -

Published by:News18 Gujarati
First published:June 02, 2020, 13:51 pm