liveLIVE NOW

COVID-19 Live : કોરોનાના 8 હજાર નવા કેસ, દર્દીઓની સંખ્યા બે લાખ નજીક પહોંચી

  • News18 Gujarati
  • | June 02, 2020, 09:36 am
    facebookTwitter
    LAST UPDATED Tue Jun 02 2020

    AUTO-REFRESH

    Highlights

    14:49 (IST)

    14:42 (IST)
      દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફ્રેન્સ કરી રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને વાત કરી હતી.આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે એક એપ લોન્ચ કરાઈ રહી છે. જે જણાવશે કે દિલ્હીની કઈ હૉસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે. જેનાથી કોરોનાના દર્દીઓએ સારવાર માટે આમતેમ ભટકવું નહીં પડે. તેમણે લોકોને કોરોનાને લઈને ચિંતા ન કરવાનું પણ કહ્યું હતું. આ એપનું નામ દિલ્હી કોરોના છે.  એપ લોન્ચ કરતા તેમણે કહ્યું કે, આ એપ જણાવશે કે દિલ્હીમાં પ્રાઈવેટ કે સરકારી કઈ હૉસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે. હાલ દિલ્હીમાં 302 વેન્ટિલેટર છે. જેમા 210 ખાલી છે. એપને દિવસમાં બે વાર અપડેટ કરાશે. સવારે 10 વાગ્યે અને સાંજે છ વાગ્યે. એપનું નામ Delhi Corona છે.

    13:26 (IST)
      મલેશિયામાં છેલ્લા 10 દિવસથી કોરોના વાઈરસથી એકપણ મોત થયું નથી. એક દિવસમાં 38 નવા કેસ નોંધાયા છે. મલેશિયામાં કુલ 7857 કેસ નોંધાયા છે અને 115 લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રાઝીલમાં અમેરિકા એક હજાર વેન્ટિલેટર મોકલશે. કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. સરકાર બે વાર સ્કૂલો બંધ કરી ચૂકી છે.

     

    12:31 (IST)
      વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મંગળવારે ઉદ્યોગ સંગઠન પરિસંઘના વાર્ષિક સત્રને સંબોધિત કર્યું. તેઓએ પોતાના સંબોધનમાં ભારતીય ઉદ્યોગ જગતની સાથે દેશની આર્થિક વૃદ્ધિના માર્ગે લાવવા માટે મંત્ર શૅર કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણે કોરોના વાયરસથી લડવા માટે વધુ સખ્ત પગલાં ભરવા પડશે. સાથોસાથ અર્થવ્યવસ્થા (Indian Economy)નું પણ ધ્યાન રાખવું પડશે. કોરોના સંકટની વચ્ચે દેશમાં આર્થિક મોરચે અનેક પ્રકારના પડકારો છે. કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે. આ દરમિયાન આજે પીએમ મોદીએ CIIના વાર્ષિક કાર્યક્રમને સંબોધિત કરતાં કારોબારીઓને ભરોસો વ્યક્ત કર્યો છે તેઓ તેમની સાથે છે. તમે એક ડગલું આગળ વધારો, સરકાર ચાર ડગલા આગળ વધશે. રણનીતિક મામલાઓમાં કોઈ બીજા પર નિર્ભર રહેવું યોગ્ય નથી. આત્મનિર્ભર ભારતનો અર્થ રોજગાર નિર્માણ અને વિશ્વાસ ઊભો કરવાનો છે જેથી ભારતની હિસ્સેદારી ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મજબૂત થઈ શકે.

    12:13 (IST)
      અમેરિકામાં અત્યાર સુધીમાં 18.37 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 6 હજાર 195 લોકોના મોત થયા છે. છ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. 

    11:05 (IST)
      કોરોનાનું સંક્રમણનું 28 રાજ્યોમાં ફેલાયું છે. 7 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ સંક્રમણના કેસ છે. તેમાં દિલ્હી, ચંદીગઢ, અંદમાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડુચેરી અને દાદરા અને નગર હવેલી પણ સામેલ છે.

    દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, દેશમાં કોરોનાનાં અત્યાર સુધી 97,581 એક્ટિવ કેસ છે. કરોના મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમમાં 5,598 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે 95,526 લોકો સંક્રમણ મુક્ત થયા છે. દેશમાં કોરોના સંક્રમણનો આંકડો બે લાખની નજીક પહોંચી ગયો છે.

    ટૉપ ન્યૂઝ