નવી દિલ્હી : દેશના ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah)ન્યૂઝ 18 નેટવર્ક સમૂહના (News18 Network) એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)ને આપેલ એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં (EXCLUSIVE Interview)કહ્યું છે કે મોદી સરકારના પ્રથમ કાર્યકાળ અને બીજા કાર્યકાળને અલગ કરીને જોઈ શકાય નહીં.
અમિત શાહે કહ્યું કે આઝાદી પછી પ્રથમ વખત કોઈ નોન કોંગ્રેસી દળ (BJP)ને પૂર્ણ બહુમત મળ્યું છે. 5 વર્ષ સુધી મોદી જી એ એક ભારતની રચનાનું કામ કર્યું છે. જેના પર અમને 2019માં ભારે જનાદેશ મળ્યો. આ જ્યાં સુધી લોકોને યાદ નહીં કરાવું ત્યાં સુધી 2019થી 2020ની વાત બેઈમાની ગણાશે.
આ પણ વાંચો - Amit shah Live : ગૃહમંત્રી શાહે કહ્યું,PM મોદીના નેતૃત્વમાં 130 કરોડ જનતા કોરોના સામે લડી રહી છે લડાઈ
અમિત શાહે કહ્યું કે 60 વર્ષ સુધી 60 કરોડ લોકોનું જીવન રોજી-રોટીની ચિંતામાં ચાલ્યું જતું હતું. તેમની કોઈએ ચિંતા કરી ન હતી. પીએમ મોદીએ તેમની સૌથી પહેલા ચિંતા કરી હતી. સૌથી પહેલા સરકારે બેંક એકાઉન્ટ ખોલીને 31 કરોડ લોકોને DBTથી ફાયદો પહોંચાડ્યો.
તેમણે કહ્યું કે 50 કરોડ લોકોને આયુષ્યમાન ભારતથી ફાયદો આપવાનું કામ આ સરકારે કર્યું છે. 5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાનો બધો ખર્ચો આ સરકારે ઉઠાવ્યો છે.
Published by:News18 Gujarati
First published:June 01, 2020, 20:44 pm