નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું વર્ષ પુરું થયું છે. આ પ્રસંગે નેટવર્ક18 ગ્રૂપના (News18 Network) એડિટર ઈન ચીફ રાહુલ જોશી સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) ખાસ વાતચીત કરી હતી. આ એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂમાં (EXCLUSIVE Interview) ગૃહમંત્રી અમિત શાહ લોકડાઉન પછી ભારતની નવી તસવીર, અનલોક 1.0ના પડકાર અને કોરોના સામેના જંગ, પ્રવાસી મજૂરો સહિતના તમામ મુદ્દાઓ અંગે વાત કરી હતી. આ વાતચીતમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી (CM of bangal) મમતા બેનર્જી (Mamata Banerjee) ઉપર પણ અમિત શાહે નિશાન સાધ્યું હતું.
મમતા બેનર્જીના પ્રવાસી મજૂરોની ટ્રેનને કોરોના એક્સપ્રેસ કહેવા ઉપર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમારી બંગાળથી કોઈ લડાઈ નથી. 1200થી વધારે ટ્રેનો ઉત્તર પ્રદેશ ગઈ, 1000થી વધારે ટ્રેનો બિહાર ગઈ. 100 ટ્રેનો પણ બંગાળ નથી ગઈ. જો બંગાળી ઘર જવા માંગે છે તો તેમનો શું ગુનો છે. હું જાણું છું કે બંગાળની જનતા આ વાતને હંમેશા યાદ રાખશે.
આ પણ વાંચોઃ-#AmitShahOnNews18: ગૃહમંત્રી અમિત શાહે આ વાતને બતાવી સરકારની એક વર્ષની મોટી ઉપલબ્ધિ
મમતા બેનર્જીના નિવેદન ઉપર અમિત શાહે કહ્યું હતું કે, જો મમતા બેનર્જીની ઈચ્છા છે કે બીજેપી અહીં સરકાર ચલાવે તો તેમની આ ઈચ્છા ત્યાંની જનતા પૂરી કરી દેશે. અમિત શાહે કહ્યું કે હું ત્યાં સરકાર ન ચલાવી શકું, હું સાંસદ છું.
આ પણ વાંચોઃ-Exclusive: ગૃહમંત્રી અમિત શાહે ચીન, NRC, CAA,પ્રવાસી મજૂરો સહિત દરેક સવાલનો આપ્યો જવાબ, 10 ખાસ વાતો
1 કરોડ 10 લાખથી વધારે પ્રવાસીઓ ઘરે પહોંચ્યા
અમિત શાહે કહ્યું કે 1 કરોડ 10 લાખથી વધારે લોકો પોતાના ઘરે પહોંચ્યા છે. અનેક ક્વોરન્ટાઈન પૂરો કરીને પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યા છે. રાજ્યોમાં રિક્ષા ફેરવીને લોકોને જાગૃત કર્યા છે. લોકો ધીરે ધીરે અમારી વાતને સમજે છે. પ્રવાસીઓ અમે અનેક વ્યવસ્થા કરી છે પરંતુ જેને ખામીઓ કાઢવી હોય તેમને કાઢવાદો. રાહુલજી એક યોજના લઈને ફરે છે. જેમાં તે બધાના એકાઉન્ટમાં પૈસા નાખવાની વાત કરે છે.
Published by:News18 Gujarati
First published:June 01, 2020, 22:22 pm