નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે એક તરફ તમામ સ્કૂલ અને કોલેજ સહિત શિક્ષણ સંસ્થાન બંધ કરી દેવામાં આવ્યા છે, બીજી તરફ આ મહામારીના કારણે ઓનલાઇન સ્ટડીને ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે. આ દિશામાં ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટી (Indira Gandhi National Open University) એટલે કે IGNOU પણ પાછળ નથી. આ જ કારણ છે કે IGNOUએ હવે 10 નવા ઓનલાઇન કોર્સમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ રીતે હવે IGNOU દ્વારા હાથ ધરવામાં આવતા ઓનલાઇન કોર્સની સંખ્યા 13 થઈ ગઈ છે.
આ છે 10 નવા ઓનલાઇન કોર્સ
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટીએ જે 10 નવા ઓનલાઇન કોર્સ માં એડમિશનની પ્રક્રિયા શરૂ કરી છે તેમાં એગ્રીક્લ્ચર, સસ્ટેનેબિલિટી સાયન્સ, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, સોશિયોલોજી, લૉ, ટૂરિઝમ, લેગ્વેજ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇવેન્ટ મેનેજમેન્ટ અને વિઝ્યૂઅલ આર્ટ સામેલ છે. આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ સુધી પહોંચવા માટે આ કોર્સ ટેલી એજ્યુકેશન પ્લેટફોર્મ ઈ-વિદ્યા ઉપર પણ ઉપલબ્ધ હશે. ઈચ્છુક સ્ટુડન્ટ્સ IGNOU પોર્ટલ
iop.ignouonline.ac.in કે સમર્થ પોર્ટલ
https://ignouiop.samarth.edu.in/index.php/registration/user/register પર જઇને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
આ પણ વાંચો, ભારતમાં મળી ખૂબ દુર્લભ ઝેરી માછલી, કાચંડાની જેમ બદલે છે રંગ
સ્વયં પોર્ટલ પર IGNOUના કોર્સની સંખ્યા 45 થઈ
આ ઉપરાંત, IGNOUએ સ્વયં પોર્ટલ પર પોતાના વધુ 24 કોર્સને પણ જોડી દીધા છે. તેની સાથે જ સ્વયં પોર્ટલ પર IGNOUના ઉપલબ્ધ કોર્સની સંખ્યા હવે 45 સુધી પહોંચી ગઈ છે. સ્વયં કોર્સ માટે સ્ટુડન્ટ સ્વયં પોર્ટલ
swayam.gov.in/ignou પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
આ પણ વાંચો, 5 KM/સેકન્ડની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે ઉલ્કા પિંડ, NASAનું અલર્ટ
‘ભારત પઢે ઓનલાઇન’
IGNOUના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નાગેશ્વર રાવે નવા ઓનલાઇન કોર્સ વિશે જાણકારી આપતાં જણાવ્યું કે, આ પગલું માનવ સંસાધન વિકાસ મંત્રાલયની ભારત પઢે ઓનલાઇન કેમ્પેન હેઠળ લેવામાં આવ્યું છે. તેના માટે પ્રોફેસર રાવે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકનો પણ આભાર વ્યક્ત કર્યો, જેઓ ઓનલાઇન એજ્યુકેશનના પક્ષમાં પોતાનો મત વ્યક્ત કરતાં રહે છે.
આ પણ વાંચો, મોદી સરકારે 1.5 કરોડ ખેડૂતોને આપી ગિફ્ટ! હવે સસ્તા દરે મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન
Published by:News18 Gujarati
First published:June 02, 2020, 14:58 pm