COVID-19 સામે લડાઈમાં મદદ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આભાર માન્યો

COVID-19 સામે લડાઈમાં મદદ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આભાર માન્યો
કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે પીએમ કેર ફંડમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 500 કરોડ રુપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય કંપનીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ 5-5 કરોડ રુપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી

કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે પીએમ કેર ફંડમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 500 કરોડ રુપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય કંપનીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ 5-5 કરોડ રુપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી

  • Share this:
    મુંબઈ : મહારાષ્ટ્રની (Maharashtra) ઉદ્વવ ઠાકરે સરકારે (Uddhav Thackeray Government) પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries Limited) પ્રબંધ નિર્દેશક-ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને રિલાયન્સ ફાઉન્ડેશનના (Reliance Foundation) ચેરપર્સન નીતા અંબાણીનો (Nita Ambani) કોવિડ-19 (Covid-19) સામેની લડાઈમાં મદદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા કરેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે- અમે મહારાષ્ટ્રમાં કોવિડ-19 સામે બચાવ અભિયાનમાં મદદ કરવા માટે નીતા જી અને મુકેશ જી ને ધન્યવાદ પાઠવીએ છે. રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલ ફીલ્ડ હૉસ્પિટલ સિવાય અંબાણી પરિવારે જિયો વર્લ્ડ સેન્ટરને રાજ્યના અત્યાધુનિક આઈસોલેશન સેન્ટરમાં બદલવાની રજુઆત પણ કરી છે.

    તમને જણાવી દઈએ કે આ પહેલા કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડવા માટે પીએમ કેર ફંડમાં (PM Cares Fund) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે (Reliance Industries Limited) 500 કરોડ રુપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય કંપનીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ 5-5 કરોડ રુપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી.



    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) તરફથી કોરોના સામેની લડાઈમાં સામાન્ય લોકોની મદદ માટે ઉઠાવેલા પગલાની પ્રશંસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister of India) પણ કરી ચૂક્યા છે. પીએમએ કહ્યું કે રિલાયન્સની આખી ટીમ COVID-19 સામેની લડાઈમાં પ્રભાવી યોગદાન આપી રહી છે. પછી તે સ્વાસ્થ્ય સેવા હોય કે લોકોની મદદ, તે બધા કામમાં સક્રીય રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે હાલના સમયે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 67,655 કેસ થઈ ગયા છે, જેમાંથી 36 હજારથી વધુ એક્ટિવ કેસ છે. રાજ્યમાં 29 હજારથી વધુ લોકો સાજા થયા છે, જ્યારે 2,286 લોકો પોતાના જીવ ગુમાવી બેઠા છે.
    Published by:News18 Gujarati
    First published:June 01, 2020, 20:21 pm

    ટૉપ ન્યૂઝ