ગુજરાતનું રાજકારણ ગરમાયું! રાજ્યસભામાં કોણ જશે શક્તિસિંહ કે ભરતસિંહ?

ગુજરાતનું રાજકારણ ગરમાયું! રાજ્યસભામાં કોણ જશે શક્તિસિંહ કે ભરતસિંહ?
ફાઈલ તસલીર

ગાંધીનગર વિધાનસભા ખાતે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે.

  • Share this:
ગાંધીનગરઃ રાજ્યસભાની ચાર બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. ગાંધીનગર વિધાનસભા (Gandhinagar Assembly) ખાતે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. મહત્વપૂર્ણ બાબતએ છે કે કોરોના ઇફેક્ટને (corona effect) કારણે કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાન મોકૂફ રાખ્યું હતું. ત્યારે હવે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં ગુજરાતની 4 બેઠકો સહિત 18 બેઠકો માટે 19 જૂને મતદાન માટે કાર્યક્રમ જાહેર કરાયો છે. ત્યારે કોરોના કહેરને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીગનું (Social distance) પાલન ,માસ્ક તમામ ધારાસભ્યો એ મતદાન કરતી વખતે પહેરવા નો રહેશે.તેમને માટે સેન્ટાઈજર પણ રાખવા માં આવશે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે 5 ઉમેદવારો એ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેમાં કોંગ્રેસ તરફ થી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી કરી છે જ્યારે ભાજપ તરફ થી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન મેદાનમાં છે. હવે વાત કરી એ ગુજરાત વિધાનસભા માં પક્ષ વાર રાજકીય સ્થિતિ જોઈએ બીજેપી 103, બીટીપી -2 અને એનસીપી 1 જયારે કોંગ્રેસ 68 અને અપક્ષ 1, સહિત 175 ધારાસભ્યો વિધાનસભા માં પ્રતિનિધિત્વ કરે છે.



જયારે કોંગ્રેસના લીમડીના ધારાસભ્ય સોમાંભાઈ પટેલ ,ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા ,અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ,ગઢડા ના ધારાસભ્ય પ્રવીણ મારુ અને ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત સહિત 5 ધારાસભ્યો એ રાજીનામાં આપી દેતા પાંચ બેઠકો ખાલી પડી છે.આ ઉપરાંત મોરવાહડફ બેઠક જાતિનું પ્રમાણપત્ર રદ થવાને લીધે ખાલી પડી છે .જયારે દ્વારકા બેઠક ની ચૂંટણી નો મુદ્દો સુપ્રીમકોર્ટમાં હોવાથી તેઓ મતદાન કરી શકે તેમ નથી.

મહત્વપૂર્ણ બાબતએ છે કે ગુજરાત વિધાનસભામાં બીજેપી અને કોંગ્રેસનું સંખ્યાબળ જોતા બીજેપીના ત્રણ અને કોંગ્રેસનો એક સભ્ય ચૂંટાય શકે તેમ છે. કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ બે ઉમેદવારોમાંથી કોને પ્રથમમત આપવો તે કોંગ્રેસના ધારાસભ્યો માટે માથાનો દુખાવો બની રહેવાનો છે.

પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મોટાભાગ ના ધારાસભ્યો સમર્થનમાં હોવાથી શક્તિસિંહ ગોહિલની મુશ્કેલી વધી શકે છે. જોકે કેન્દ્રીય નેતૃત્વની પ્રથમ પસંદગી શક્તિસિંહ ગોહિલ છે. જેને લીધે કોંગ્રેસમાં આંતરીક ડખા થઇ શકે છે. આમ પણ કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈ ડખો થયો હતો.  જોકે કોંગ્રેસ દ્વારા તેમના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં વહીપ આપવામાં આવશે.

જેનો તમામ ધારાસભ્યોએ પાલન કરવાનું રહેશે.ત્યારે જોવાનું રહ્યું કે બીજેપી તેની ત્રણ બેઠકો જાળવી રાખશે કે પછી કોંગ્રેસ બીજેપી પાસે થી એક બેઠક આંચકી લેવામાં સફળ થશે.અત્યારે તો બીજેપી ના અભય ભારદ્વાજ ,રમીલા બારા ની જીત નિશ્ચિત માનવા માં આવે છે.જયારે બીજેપીના ત્રીજા ઉમેદવાર ની જીત બીટીપી અને એનસીપી ના સમર્થન પર રહેલી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ ના શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી માંથી કોણ રાજ્યસભા માં પ્રવેશ કરવા માં સફળ થશે તે તો સમય બતાવશે.
Published by:News18 Gujarati
First published:June 01, 2020, 20:27 pm

ટૉપ ન્યૂઝ