કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉન 4.0 (Lockdown 4.0) હવે પૂર્ણ થઇ ગયું છે. સરકાર સ્થિતિ સામાન્ય થવાની રાહ જોઇ રહી છે. અને અનલોક લોકડાઉનમાં આ નવા ચરણમાં ચર્ચા ચાલી રહી છે કે જુલાઇથી રાજ્ય સરકાર શાળાઓ ખોલવા પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે 16 માર્ચથી જ દેશભરના શાળા-કોલેજ બંધ પડ્યા છે. ત્યારે હવે શૈક્ષિણક સંસ્થાનોમાં શિક્ષકોને બોલવવા પ્રયાસો શરૂ થઇ ગયા છે. પણ વિદ્યાર્થીઓને ક્યારથી બોલવવા તે સિવાલ પર હાલ કોઇ નિર્ણય નથી લેવામાં આવ્યો. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિને જોઇને સ્કૂલ અને કોલેજને જુલાઇમાં ખોલવા અંગે નિર્ણય લઇ શકાય છે. આ વચ્ચે દેશભરના તમામ વાલીઓ જુલાઇથી શાળા ખોલવાને લઇને એકજૂટ થઇ રહ્યા છે.
કેન્દ્ર સરકારના જુલાઇમાં શાળા અને કોલેજ ખોલવાનું વિચારે થે ત્યારે વાલીઓનું માનવું છે કે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સ્કૂલો ન ખોલવી જોઇએ. આ માટે તેમણે ઓનલાઇન અરજી (Online Petition) શરૂ કરી છે. જેમાં વાલીઓ બાળકોને શાળામાં મોકલવા માટે એક શર્ત રાખી છે. 24 કલાકમાં આ અરજી પર દેશભરના બે લાખથી વધુ વાલીઓએ હામી ભરી છે. અને આ આંકડો વધી રહ્યો છે.
પેરેન્ટ્સ એસોસિએશને એક ઓનલાઇન અરજી Change.org Title - No Vaccine, no school શરૂ કર્યું છે. જે હેઠળ જ્યાં સુધી વેક્સિન ન તૈયાર થાય ત્યાં સુધી શાળાઓ ચાલુ ન કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઓનલાઇન અરજીમાં 2 લાખથી વધુ વાલીઓએ અત્યાર સુધીમાં હસ્તાક્ષર કર્યા છે. અરજીમાં તે પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કોવિડ 19ના કેસ શૂન્ય ન થઇ જાય કે પછી કોરોનાની કોઇ વેક્સીન ન આવે ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળામાં નહીં મોકલવીએ.
અરજીમાં સ્કૂલ અને કોલેજ ત્યાં સુધી ન ખોલવાની વાત કહી છે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થઇ જાય. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનું સંક્રમણ દેશભરમાં સતત વધી રહ્યો છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ ન મોકલવાના પક્ષમાં છે. જો કે સાથે જ વાલીઓએ આ સમયમાં બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાની વાત કહી છે.
અરજીમાં સાથે જ કહેવામાં આવ્યું છે કે જુલાઇમાં સ્કૂલ ખોલવાનો નિર્ણય સરકારનો સૌથી ખરાબ નિર્ણય છે. આ આગ સાથે રમવા સમાન છે. હાલ એકેડમિક સીઝનમાં ઓનલાઇન ભણવાનું ચાલુ રાખવું જોઇએ. જો સ્કૂલ દાવો કરે કે તે વર્ચ્યુઅલ લર્નિંગના માધ્યમથી સારું કામ કરી રહી છે તો પછી બાકીની એકેડમિક સીઝનને ઓનલાઇન ચાલુ રાખવામાં શું મુશ્કેલી છે તે અંગે પુછવામાં આવ્યું છે. આ દ્વારા વાલીઓ હાલની પરિસ્થિતિમાં સ્કૂલો ચાલુ કરવાના બદલે ઓનલાઇન ભણાવાની વાત કહી છે.