બેંગ્લુરુ: કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં (Kannada Film Industry)માં ડ્રગ્સનું પ્રચલન, સેવન અને વેબારની તપાસ કરી રહેલી બેંગ્લુરુનાં સેન્ટ્રલ ક્રિમિનલ બ્યૂરો (CCB)એ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી (RaginiDwivedi)ની શુક્રવારે બે લોકો સાથે ધરપકડ કરી લીધીછે. પોલીસે આ માહિતી આપતા જણાવ્યું છે કે, કન્નડ ફિલ્મ ઉદ્યોગને સેન્ડલવૂડ પણ કહેવાય છે.
બેંગ્લુરુ પોલીસે જણાવ્યું કે, રાગિની દ્વિવેદી (Ragini Dwivedi)ની ધરપકડ થઇ ગઇ છે. રાગિની ઉપરાંત રાહુલ અને વિરેન ખન્ના નામનાં બે લોકોની પણ ધરપકડ થઇ ગઇ છે.
પોલીસે આ કેસમાં અન્ય એક વ્યક્તિ રવિશંકરની ગુરૂવારે ધરપકડ કરી લીધી છે. આ કેસ હેઠળ કૂલ ચાર લોકોની ધરપકડ થઇ ગઇ છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, આ પહેલાં CCBએ એક્ટ્રેસનાં બેગ્લુરુ સ્થિત આવાસ પર રેઇડ પાડી હતી. સૂત્રો મુજબ, બપોરે એક્ટ્રેસને CCB ઓફિસ લઇ જવામાં આવી હતી જ્યાં તેની આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી.
મુખ્ય આરોપી વિરેન ખન્નાની દિલ્હીથી ધરપકડ- પાટિલે જણાવ્યું કે, 'ખન્ના મુખ્ય આરોપી છે જે મોટી પાર્ટીઓનું આયોજન કરે છે. અને ડ્રગ્સ પણ લાવતો હતો. તે દિલ્હીમાં છે અને CCB પોલીસનાં બે નિરીક્ષક દિલ્હી ગયા હતાં જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી.' હાલમાં તેને ચાર દિવસનાં પોલીસ રિમાન્ડમાં લેવામાં આવ્યો છે.
એક પોલીસ અધિકારીનાં જણાવ્યાં અનુસાર, 'CCBએ કોર્ટને આ મામલે તપાસ વોરંટ હાસેલ કર્યા છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, CCBની એક ટીમ સવારે છ વાગ્યે રાગિણીનાં ઘરે પહોંચી હતી. CCBએ બુધવારે એક્ટ્રેસને નોટિસ ફટ્કરી હતી અને હાજર થવા કહ્યું હતું પણ રાગિનીએ વકીલોની એક ટીમ મોકલીને સોમવાર સુધીનો સમય માંગ્યો હતો. પોલીસે આ બાદ એક્ટ્રેસને નિર્દેશ કર્યા હતાં કે તે શુક્રવારે તેની સામે હાજર થાય.'
બેંગલુરુનાં પોલીસ આયુક્ત કમલ પંતે પત્રકારોને જણાવ્યું કે, 'અત્યાર સુધી કન્નડ ફિ્લમ ઉદ્યોગમાં ડ્રગ્સ મામલે ડ્રગ્સ મામલે બે લોકો.. રવિ અને રાહુલની અટકાયત કરવામાં આવી છે. અમે કોટનપેટ પોલીસ સ્ટેશનમાં એક કેસ દાખલ કર્યો છે.'
ડ્રગ્સનાં કારોબારમાં શામેલ 15 લોકો- નાર્કોટિક્સ બ્યૂરોએ બેંગલુરુનાં 3 લોકોની અટકાયત કરી છે જેનાં પર કન્નડ ફિ્લમ ઉદ્યોગનાં સિંગર અને કાલકારોમાં માદક પદાર્થ પહોંચાડવાનો આરોપ હતો. જે બાદ CCBએ આ મામલે સધન તપાસ શરૂ કરી દીધી ચે. ફિલ્મ નિર્માતા અને પત્રકાર ઇંદ્રજીત લંકેશે સેન્ડલવૂડમાં માદક પદાર્થનાં ઉપયોગ અંગે CCB સમક્ષ પોતાનું નિવેદન દાખલ કરાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ફિલ્મ ઉદ્યોગમાં ઓછામાં ઓછા 15 લોકો ડ્રગ્સ સાથે જોડાયેલાં બિઝનેસમાં શામેલ છે.
દ્વિવેદનો જન્મ બેંગલુરુમાં થયો હતો જ્યારે તેમનાં પરિવારનો તાલ્લુક હરિયાણાનાં રેવાડીથી છે. તે વર્ષ 2009માં 'વીરા મદાકરી' ફિલ્મથી સેન્ડલવૂડમાં આવી હતી. જ્યારે તેની કેમ્પે ગોડા, રાગિની IPS, બંગારી અને શિવા જેવી કન્નડ ફિલ્મોથી ઓળખ મળી હતી.