મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. આ સાથે તે પોતાની ફિટનેસનું પણ ઘણું જ ધ્યાન રાખે છે. લૉકડાઉનમાં મલાઈકા ઘરમાં જ સેલ્ફ આફસોલેશનમાં છે. સોશિયલ મીડિયાથી જ તે પોતાના મિત્રોને મળી રહી છે. હાલમાં જ મલાઇકાની એક સેલ્ફી તસવીર સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઇ રહી છે.
હાલમાં જ મલાઇકાએ પોતાની સેલ્ફીની એક કોલાર્જ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસવીરમાં તે મસ્તીના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. જેમા તેણે કેપ્શન આપ્યું છે કે, My various stages of lockdown...
આ તસવીર તેમના ફેન્સને ઘણી જ ગમી રહી છે. જોકે, આ તસવીર જોઇને ફેન્સે મલાઇકાને પૂછી પણ લીધું કે અર્જૂન ક્યાં છે.
બોલીવુડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે. અર્જુન કપૂર અને મલાઈકા ઘણીવાર સાથે જોવા મળ્યા છે. બન્ને સ્ટાર્સ એકબીજાનો ફોટોઝ શૅર અને તેમની પર કમેન્ટ કરતા રહે છે.
અર્જુન કપૂર એના ખાનગી જીવનની ચર્ચા જાહેરમાં કોઈ દિવસ નથી કરતો. એની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા ઉમરમાં એના કરતા સારી એવી મોટી છે. આ રીલેશનશિપે બોલીવુડમાં પણ ચકચાર જગાડી હતી. કારણ કે મલાઈકા એ એક્સ ખાન હતી. મલાઈકાને ગર્લફ્રેન્ડ બનાવીને એણે સલમાનની ખફગી વહોરી લીધી હતી.