અંતરિક્ષમાં ઘણા બધા રહસ્યો દબાયેલા છે. હવે રહસ્યમયી અંતરિક્ષમાં કિંમતી સોના અને હીરા ઝવેરાત મળવાની વાત પણ થઈ રહી છે. અસલમાં મંગળ અને બૃહસ્પતિ ગ્રહની વચ્ચે એક એવો ક્ષુદ્રગ્રહ (એસ્ટેરોયડ) છે, જે હાથ લાગી જાય તો પૃથ્વીનો દરેક વ્યક્તિ કરોડપતિ બની જશે. 16 સાઇકી (16 Psyche) નામના આ ક્ષુદ્રગ્રહ પર હવે નાસાની નજર છે. (પ્રતિકાત્મક તસવીર)
સાઇકી-19 નામના આ બટાકાના આકાર જેવા ક્ષુદ્રગ્રહની સંરચના સોના, બહુમુલ્ય ધાતુ પ્લેટિનમ, આયરનથી બનેલ છે. સોના અને લોખંડથી બનેલ આ એસ્ટેરોઇડનો વ્યાસ લગભગ 226 કિલોમીટર છે. ક્ષુદ્રગ્રહ પર ખાસ કરીને લોખંડ ભરપૂર માત્રામાં છે. અંતરિક્ષ વિશેષજ્ઞો પ્રમાણે એસ્ટેરોઇડ પર વર્તમાન લોખંડની કિંમત લગભગ 800 કોડ્રિલિયન પાઉન્ડ છે. એટલે કે આસાન રીતે સમજવામાં આવે તો 8000 પછી 15 શૂન્ય લગાવી દો. (પ્રતિકાત્મક તસવીર)
ધ ટાઇમ્સ.કો.યૂકેના મતે જો આપણે તેને લાવવા અને વેચવામાં તેનો ઉપયોગ કરવામાં સફળ થઈ શકીએ તો પૃથ્વી પરની વર્તમાન વસ્તી પ્રમાણે દરેક વ્યક્તિને લગભગ 9621 કરોડ રૂપિયા મળી શકે. વિશેષજ્ઞોએ આ કિંમત તે એસ્ટેરોઇડમાં રહેલા લોખંડની લગાવી છે. અત્યાર સુધી તેના સોના અને પ્લેનિટમ વિશે તો ગણના જ કરવામાં આવી નથી. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં વૈજ્ઞાનિક અને ખનન વિશેષજ્ઞ સ્કોટ મૂરે જણાવ્યું કે અહીં જેટલું સોનું હોઈ શકે છે તે દુનિયાભરની સોનાની ઇન્ડસ્ટ્રીમાં ખતરો બની જશે. (પ્રતિકાત્મક તસવીર)
નાસાએ આ એસ્ટેરોયડની કિંમત જોતા આગળ આવીને સ્પેસ એક્સના માલિક એલન મસ્ક પાસે સહાયતાની માંગણી કરી છે. નાસાને વિશ્વાસ છે કે એલન મસ્ક દ્વારા આ બટાકા જેવા દેખાતા આયરન અને સોનાની તપાસ થઈ શકશે. (પ્રતિકાત્મક તસવીર)
ટાઇમ્સના મતે જો સ્પેસ એક્સ પોતાના અંતરિક્ષયાનથી કોઈ રોબોટિક મિશન આ એસ્ટેરોઇડ પર મોકલશે તો તે ત્યાં જઈને આખી સ્ટડી કરીને પાછા આવવામાં સાત વર્ષ લાગશે. નાસા પોતાની તરફથી 2022ના મધ્યમાં ક્ષુદ્રગ્રહની તપાસ કરવા માટે એક મિશન શરૂ કરી રહ્યું છે. જેને ડિસ્કવરી મિશન (Discovery Mission)નામ આપવામાં આવ્યું છે. આ 2026માં સાઇકી સુધી પહોંચશે અને તપાસ શરૂ કરશે. (પ્રતિકાત્મક તસવીર)