ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક તેવું પોલીસ સ્ટેશન છે જ્યાં પોસ્ટિંગ કરવા માટે ઇન્સપેક્ટરથી લઇને કોન્સ્ટેબલ સુધી તમામ એડી ચોટીનું જોર લગાવે છે. આ પોલીસ સ્ટેશનમાં રખે ને તમારું પોસ્ટિંગ થઇ ગયું તો બસ પછી તમને ધનકુબેર બનતા કોઇ નહીં રોકી શકે. વાત થાય છે બારાબંકીના જૈદપુર પોલીસ સ્ટેશનની (zaidpur Police Station). જૈદપુરમાં અફીણની ખેતી થાય છે.
જૈદપુર અફીણ માટે ખાલી ભારતમાં જ નહીં વિદેશોમાં પણ પ્રખ્યાત છે. જો કે જૈદપુર પોલીસ સ્ટેશન હાલ ત્યાંના પોલીસ કર્મીઓ કરોડપતિ થવાના કારણે ચર્ચામાં છે. અને આ વાતનો ખુલાસો ભાજપના ધારાસભ્ય શરદ અવસ્થીએ કર્યો છે.
ભાજપના વિધાયકનો આરોપ છે કે જૈદપુર પોલીસ સ્ટેશનના બે સબ ઇનસ્પેક્ટમાંથી એક લખનઉમાં 5 કરોડનો બંગલો બનાવી રહ્યો છે. જ્યારે બીજો મોટી કમાણી કરી રહ્યો છે. વિધાયકે આરોપ લગાવ્યો છે કે અહીંના કોન્સ્ટેબલો પાસે પણ એક એક લક્ઝરી ગાડીઓ અને આલીશાન મકાન છે. કેટલાક કોન્સ્ટેબલો તો ટ્રાન્સફર થયા પછી પણ આ પોલીસ સ્ટેશનમાં પડ્યા પાથર્યા છે.
જો કે આ મામલે મોટો અધિકારીઓએ કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું. ભાજપના વિધાયકે આ મામલે ફરિયાદ એસપીથી લઇને ડીજીપી સુધી કરી છે. જે પછી આ કેસ અહીં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલ ધારાસભ્યએ ડીજીપીને પત્ર લખીને આ તમામ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને ઇનકમ ટેક્સ વિભાગથી તેમની તમામ સંપત્તિની તપાસ કરવાની માંગ કરી છે. (પ્રતિકાત્મક તસવીર)
ઉલ્લેખનીય છે કે જૈદપુર પોલીસ સ્ટેશનમાં કામ કરતા પ્રભારી નિરીક્ષક અમરેશ સિંહ વધેલ અને ધનજય સિંહ સમેત ત્યાં તેનાત કોન્સ્ટેબલ ગજેન્દ્ર સિંહ, સર્વેશ સિંહ અને મોહમ્મદ શાહનવાજ પર ધારાસભ્યએ આ ગંભીર આરોપ લગાવ્યા છે. અને પત્ર લખીને ડીજીપીને લેખિતમાં ફરિયાદ કરી છે.. (પ્રતિકાત્મક તસવીર)