સ્પેનિશ ફ્લૂ પછી કોરોના વાયરસ બિમારીએ દુનિયાભરમાં તેનો પ્રકોપ વરસાવ્યો છે. હાલ વૈજ્ઞાનિકો પાસે આ વાયરસની કોઇ દવા નથી. લોકો તેની સારવાર અને વેક્સીન શોધવાની ફિરાકમાં છે. આ તમામ વાતોની વચ્ચે ફેંચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસનું નામ પણ ચર્ચામાં છે. ફ્રાંસીસી ભવિષ્યવક્તા માઇકલ દિ નાસ્ત્રેદમસ (Michel De Nostredame) રહસ્યમયી રીતે વર્ષો પહેલા અનેક મોટી ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાંથી અનેક સાચી પુરવાર થઇ હોવાનું કહેવાય છે. કહેવાય છે કે તેમણે પોતાના પુસ્તક Les Propheties (The Prophecies)માં આ બિમારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને તેના લક્ષણો કોરોનાથી મળતા આવે છે.
તમને જણાવી દઇએ કે ફ્રેંસ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસનો જન્મ ડિસેમ્બર 1503માં એક ગામ Saint Remy De Provenceમાં થયો હતો. ફિઝિશિયન, કવિ અને ભવિષ્યવેત્તા તરીકે નાસ્ત્રેદમસે કામ કર્યું હતું. તેમનું પ્રસિદ્ધ Les Propheties માં દુનિયા, રાજકારણ, આતંકવાદ અને પ્રાકૃતિક અફતો વિષે 950 અલગ અલગ વાતો કવિતા અને કોડની ભાષામાં લખી હતી. નાસ્ત્રેદમસની અનેક ભવિષ્યવાણીઓને 100 ટકા સાચી માનવામાં આવે છે. જેમ કે આ પહેલા તેમણે હિરોશિમા-નાગાસાકી પર પરમાણુ હુમલા, ફ્રેંચ ક્રાંતિ, ગ્રેટ ફાયર ઓફ લંડન અને 9/11 હુમલાની સચોટ જાણકારી વર્ષો પહેલા આપી હતી. વળી તેમણે એડોલ્ફ હિટલર અને બીજા વર્લ્ડ વોર વિષે પણ કહ્યું હતું. જો કે આ કારણે તેમના અનુયાયી માને છે કે નાસ્ત્રેદમસે વર્ષ 1555માં કોરોનાના પણ સંકેત આપ્યા હતા.
પોતાના પુસ્તક Les Propheties માં નાસ્ત્રેદમસે ચાર લાઇનમાં આ ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે - “There will be a twin year (2020) from which will arise a queen (corona)
who will come from the east (China)
and who will spread a plague (virus) in the darkness of night, on a country with 7 hills (Italy)
and will transform the twilight of men into dust (death),
to destroy and ruin the world.
It will be the end of the world economy as you know it.”
જો કે રૉયટર્સની ફેક્ટ ચેક ટીમે આ અંગે પોતાની તપાસ કરતા જાણવા મળ્યું કે નાસ્ત્રેદમસના પુસ્તકમાં આવું ક્યાં પણ નથી લખવામાં આવ્યું. આ મામલે ન્યૂયોર્ક યુનિવર્સિટીના ફ્રેંચ સ્ટડીઝ અને હિસ્ટ્રીના પ્રોફેસર સ્ટીફન ગેર્સને કહ્યું કે આ કવિતાવાળી ભવિષ્યવાળી નાસ્ત્રેદમસની કવિતાથી નથી આવ્યો. તેમના દ્વારા કરવામાં આવેલી કોઇ પણ ભવિષ્યવાણીમાં કોરોનાનો સંદર્ભ કે જાણકારી નથી મળતી. ગેર્સન મુજબ 16મી સદીમાં પ્લેગ નામની બિમારી માટે નાસ્ત્રેદમસના પુસ્તકમાં 35 વાર પ્લેગ વિષે જાણકારી આપવામાં આવી હતી. પણ આ ચાર લાઇનો જે ઉપર લખી છે તેવું તે પુસ્તકમાં કંઇ નથી લખવામાં આવ્યું. જેથી સ્પષ્ટ થાય છે કે 500 વર્ષ પહેલા નાસ્ત્રેદમસે કોરોના અંગે કોઇ ભવિષ્યવાણી નહતી કરી.
જો કે આ સિવાય સાયન્સ ફિક્શન લખતી ખ્યાતનામ અમેરિકન લેખક Deal Koontz એ પોતાના પુસ્તક The eyes Of Darknessમાં આ અંગે જાણકારી આપી હતી. 1981માં છપાયેલા આ પુસ્તકમાં વુહાનમાં એક વાયરસ વિષે લખવામાં આવ્યું છે. જે કોરોનાથી મેળ ખાય છે. અને આ ભવિષ્યવાણી સાચી પુરવાર થવાની સાથે જ ચીનને આ બિમારી માટે અનેક લોકો દોષી માને છે.
આ સિવાય હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પુસ્તક જે અમેરિક લેખિકા સિલ્વિયા બ્રાઉન લખી છે તેમાં પણ 12 વર્ષ પહેલા કોરોના વાયરસના સંકેતની વાત કહેવામાં આવી છે. તેના પુસ્તક End of Daysમાં લખવામાં આવ્યું છે કે ન્યૂમોનિયા જેવા લખણ વાળી બિમારી પૃથ્વી પર તબાહી સર્જશે.